ઉમરગામ: ગતરોજ ઉમરગામ તાલુકામાં આમ આદમી પાર્ટી અને BTPના કાર્યકરો અને અગ્રણીઓએ તાલુકાના મુખ્ય માર્ગો ઉપર પ્રજા જાગૃતિ માટે રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓએ તાલુકાના લોકો જોડાયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ રેલી પરમિશનને લઈને પોલીસ અને BTP-AAP કાર્યકરો સાથે વિવાદ પણ થયો હતો બાદમાં મામલતદાર કચેરીમાંથી લેટર લાવી બતાવતા રેલી આગળ વધી હતી. જણાવવામાં આવી રહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને BTPના કાર્યકરોએ ભેગા મળીને જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલીની આગેવાની કરી રહેલા મહેશ વસાવાનું કહેવું હતું કે આદિવાસી વિસ્તારોના લોકોને ભાજપ અને કોંગ્રેસે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસને લઈને છેલ્લા 70 વર્ષોથી છેતરતા આવ્યા છે પણ હવે નહિ હવે આદિવાસી લોકો સજાગ થઇ ગયા છે હવે પરિવર્તન આવશે અને જો આ વખતે ચૂંટણીમાં BTP-AAPનું સંગઠનની સરકાર વિજયી બનશે તો આદિવાસી લોકોનો સાચો કરવાની હું ખાતરી આપું છું