ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારનું આંબોસી ગામના મિટ્ટીધાન દ્વારા 20 જેટલા બાળકો માટે નિઃશુલ્ક એક દિવસીય ગ્રીષ્મ બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી અનેક પ્રવૃત્તિઓ જેમકે ક્રાફટ વર્ક, બર્ડ ફીડર, નૃત્ય, સિડ બોલ, સ્ટોરી ટેલિંગ, મશીન પરિચય, સ્પ્રે પેન્ટિંગ, બાળ ખેત ઓજાર પરિચય અને અલગ અલગ નવી બાળ રમતો રમાડવામાં આવી સાથે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજે લીંબુ પાણીનું સરસ મઝાનું આયોજન કરવામાં આવેલ હતું અને બરૂમાળ ખાતે આવેલ મંદિરની મુલાકત લીધી ત્યાર બાદ શિબિરાર્થી બાળકોને ટોપી તથા મિટ્ટીધાનમાં તૈયાર થયેલા ખેત ઓજાર આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શિબિરનું આયોજન અને સંચાલન મિટ્ટીધાનના સંસ્થાપક શ્રી હિરેનભાઈ તથા એમની ટીમ પરેશ કુમાર, પાર્થ, સ્વાતિ ગાંવિત, પ્રશાંત જાદવ, મોહિત ભોયા, સ્વેતાંગ પટેલ, ખ્યાતિ ગાંવિત વગેરે યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.