ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકાના 360 દુકાન વાળું બામટી કેરી માર્કેટમાં ધીમે ધીમે લોકો કેરી લાવતા થયા છે જેના કારણે વેપારી વર્ગમાં આવક શરુ થયાની જાણકારી મળી પ્રાપ્ત થઇ છે. પરંતુ કેરી લેતાં દુકાનદારો મોટા કેરીના વેપારી તરફથી કેવો પ્રતિસાદ મળશે તેનો ચિંતામાં જોવા મળી રહ્યા છે.
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણે જોઈએ તો એક તરફ કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની અસર અને વધુ ગરમીને કારણે કેરીનો પાક ખેડૂતો પાસે પણ ઓછા પ્રમાણમાં છે જેને લઈને ખેડૂતોને આ વખતે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ધરમપુરની બામટી કેરી માર્કેટની 360 દુકાનો માંથી હાલમાં 270 જેટલી દુકાનો અખાત્રીજના શુભ દિવસ આરંભ કરવામાં આવી હોવાનું મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે ત્યારે આ વખતની કેરીની સિઝન ખેડૂતોની અને કેરીના વેપારીઓની કેવી રેહશે તેની વાતો ચર્ચાનો વિષય બન્યો છે.

