ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના અંદર પરપ્રાંતિય વેપારી દ્વારા આદિવાસી સમાજ સાથે ગેર વર્તણુક કરતાં આદિવાસી સમાજના જાગૃત યુવાનો સ્પષ્ટતા કરવા જતાં “માફી માગ્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગના લોકો આજે પાર તાપી નર્મદા લિંક મુદ્દાને લઈને અવઢળમાં હોય આ વેપારી દ્વારા આદિવાસી સમાજ દ્વારા થતા આંદોલનને લઈ એમ કીધું હતું. કે ડેમ તો બનવાનો જ છે. તમે કેમ આટલા ઊછળો છો અને મને તમારી કોઈ જરૂર નથી. તમે આદિવાસી અમારું કઈ તોડી લેવાના નથી.. ડેમ તો બનીને રેશે. કઈ પણ કરી ના શકશો. ગમે તેટલું લડી લો.

આ મામલે આદિવાસી સમાજના આગેવાનોએ પ્રેમ પૂર્વક અપીલ કરી કે તમે આદિવાસી સમાજને સાથ ના આપવાના હોય તો વાંધો નહિ પણ આવું વૈમનસ્ય નાં ફેલાવો અને આદિવાસી સમાજ ની એકતા અને અખંડિતતા ને તોડવાની કોશિશ ના કરશો એવું જણાવતા પરપ્રાંતિય વેપારી દ્વારા આદિવાસી સમાજની માફી માગી હતી.