વાંસદા: આજરોજ વાંસદા તાલુકામાં સમસ્ત કુકણા સમાજ ભવન ખાતે 11 એપ્રિલે ધરમપુર તાલુકાના, બામટી (લાલ ડુંગરી) માં યોજાનાર ડાયરા માટેનું આદિવાસી સમાજના લોકોને નિમંત્રણ આપવા અને કાર્યક્રમની ચર્ચા- વિચારણા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયોમાં..
Decision Newsને મળેલી માહિતી મુજબ 11 એપ્રિલના રોજ યોજાનારા ધરમપુર તાલુકાના, બામટી (લાલ ડુંગરી)માં સંવિધાન જાણકાર,બહુજન સાહિત્ય કલાકારના ડાયરા કલાકાર વિશન કાથડ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો ઉદેશ્ય આદિવાસી વિસ્તારોના લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે અને લોકો પોતાના હક અને અધિકારો પ્રત્યે જાગૃત બની એ મેળવા પોતાની લડત પોતે લડે અને મેળવે એ છે.
ડાયરાની આયોજક ટીમ આજે વાંસદા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને આવવા માટે નિમંત્રણ આપવામાં આવી હતી. અને આ પ્રસંગે હાજર રહી આદિવાસી સમાજના લોકો કાયદાની જાણકારી લેવા મેળવે એવી અપીલ કરી છે.