સુરત: દક્ષિણ ગુજરાતના સુરતમાં પાગલ પ્રેમીએ તેની પૂર્વ પ્રેમિકાને માર મારી પોતાના જ હાથમાં બ્લેડ મારી તેણે પૂર્વ પ્રેમિકા અને તેના પતિને મારી નાખવાની ધમકી પણ આપવાની ઘટના સામે આવી છે. હાલમાં વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેનો પૂર્વ પ્રેમી હેરાન કરતો હતો અને પૂર્વ પ્રેમિકાને માર મારી પોતાના જ હાથમાં બ્લેડ મારી તેણે પૂર્વ પ્રેમિકા અને તેના પતિને મારી નાખવાની ધમકી પણ આપવાના મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપી સુરેશગિરી ભાણગીરીને પકડી લીધાની જાણકારી હાલમાં મળી રહી છે.
વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારના ઘરે 2 દિવસ અગાઉ તેની પત્નીનો પૂર્વ પ્રેમી વતન ગીર સોમનાથથી આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું મરી જાઉં છું, તું પણ મારી સાથે આવ. પરિણીતાએ ઇન્કાર કરતા તે તેને તમાચા મારી ભાગી ગયો હતો.

