પારડી: વર્તમાન સમયમાં જ વલસાડ જિલ્લામાં પારડી ખડકી હાઈ વે પરથી કારમાં દારૂ લઇ જતા બે ઈસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા દોઢ લાખ, કાર સહીત 5.10 લાખનો મુદ્દામાલ, પ્રેસ કાર્ડ, ખાકી પોલીસ જેવો સર્ટ કબ્જે કર્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી પોલીસ મથકના પીએસઆઇ કે.એમ. બેરિયાની ટીમને મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે ન. 48 ખડકી એપીકલ હોટલ પાસે કાર GJ-15-CA-7600 ને રોકી હતી. કારમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ. 92 જેની કી.રૂ. 25,400, કારની કી. 3 લાખ તેમજ રોકડ રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 5 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપી મુકેશ અરવિંદ મોદી રહે, ધરમપુર અને આશિષ દલપતભાઈ મોદી રહે, સુરત અડાજણને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે માલ ભરાવનાર દમણનો ઈસમને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. જો કે આરોપી મુકેશ મોદી પાસે થી પ્રેસનો કાર્ડ, દોઢ લાખ રોકડા, ખાખી પોલીસ જેવો સર્ટ મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.