આજે વિશ્વ ચકલી દિવસ..! આપણને એમ થાય કે શું કોઈ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરતુ હોય ? ભલા ચકલાના કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? ચકલા, ચકલી એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય તેનું મુખ્ય કારણ જોયે તો જંગલમાં રહેતા પશુ, પક્ષી અને પ્રાણીનું  ઘર માનવીના અંગત લોભ લાલચના કારણે જંગલ ખતમ થઇ રહ્યું છે આ સંજોગોમાં માનવવસાહત સાથે વસતી ચકલીઓનું પ્રમાણ પામ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે જેના કારણે 20 માર્ચના દિવશે મહારાષ્ટ્રના નાશિક ખાતે મોહમ્મદ દિલાવરના પ્રયત્નોથી 2010 માં ચકલીના સરક્ષણ માટે નેચર ફોર સોસાયટી નામની સંસ્થા શરૂ કારી. જે ચકલીઓનું સરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ચકલીઓ સંખ્યા ઘટતી જોવા મળી રહી છે.એમ લાગે છે કે થોડા સમય પછી લુપ્ત થઈ જશે ભવિષ્યમાં ચકલીના અવશેષો આપણને મુઝયમમાં જોવા મળી શકે. ચકલી નામની પ્રજાતી પૃથ્વી પરથી નામશેષ થઇ રહ્યાનું કારણ કદાચ આ હોય શકે… સેલફોનના ટાવર, કોંક્રીટનો વધારે પડતો ઉપયોગ, વૃક્ષોનું છેદન, મૂળ છોડની ગેરહાજરી, મકાનોમાં ઘટતા પોલાણો, આધુનિક અનાજ સંગ્રહ પદ્ધતિ, વધુ પડતો ખાતરનો ઉપયોગ. આવો આપણી આવનાર નવીપેઢી  ચકલીને બચાવાવનો સંકલ્પ કરીએ.