વાંસદા: એકબાજુ સરકાર અને તેના મંત્રીઓ દારુબંદીની વાતો કરતા દારૂના વેચાણ બાબતે કડક પગલાં લેવાની જાહેરાત કરતાં હોય છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આદિવાસી મહિલાઓના કહેવા અનુસાર સત્તાની રેહેમ હેઠળ અને પોલીસની જાણમાં મોટા પ્રમાણમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

Decision News સાથે વાત કરતા આદિવાસી મહિલાઓ જણાવે છે કે વાંસદામાં દારુ વેચનારા આજે સત્તામાં આવીને બેસી ગયા છે જે ઘણાં વ્યક્તિઓ વર્ષોથી દેશી અને ઈંગ્લીશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે. આ બની બેઠેલા જનતાના રક્ષક દારૂનું વેચાણ કરી આજે હજારો યુવાનોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. આવા અસામાજિક તત્વો સામે પોલીસ પણ કોઈ પગલાં લેતી નથી જેના કારણે આજે અમારે મીડિયા પાસે આવવું પડયું છે. અમે સબુત તરીકે અમારા ગામના જ એક યુવાન પાસે એક સ્ટીંગ ઓપરેશન પણ આ દારુ વેચનારાનું કરાવ્યું છે જે તમે વિડીયોમાં જોઈ શકો…

આ વાંસદાના…. ફળીયામાં રહેનાર આ વ્યક્તિ પંચાયતનો હોદ્દો ધરાવે છે. હજુ સુધી આ વ્યક્તિ સામે પોલીસમાં પણ કોઈ ફરિયાદ નોંધાય નથી. કોઈપણ જાતના ડર વગર ખુલ્લેઆમ દિવસે પણ દેશી અને ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે. એમ કહી શકાય કે રાજકીય નેતાઓનો સપોટ હોવાથી પોલીસ પણ પોતાની ફરજ નિભાવતી નથી. જો આ જ સ્થિતિ રેહશે તો અને ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસ નિયંત્રણ મુકવામાં સફળ ન થાય તો વાંસદા ગામનું યુવાધન નશાના રવાડે ચડી ગેરમાર્ગે દોરાશે.

જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ દારૂના વ્યસનને કારણે થાય છે તો તેમના કુટુંબીજનો નિરાધાર બની જય છે. આવનારા દિવસોમાં વાંસદા પોલીસ સ્ટેશનના હદમાં ચાલતાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓની બાબતે તંત્ર નોધ લે તો આદિવાસી સમાજની જાગૃત મહિલાઓ D.S.P. શ્રી નવસારી તેમજ આ.ઈ.જી. ઓફીસ સુરત ખાતે ફરિયાદ નોંધવા જવાનું જણાવેલ છે. જો તંત્ર દ્રારા આ બાબતે યોગ્ય નિકાલ લાવવામાં નહિ આવે તો કાંઠા વિસ્તારની બહેનોની જેમ વાંસદા તાલુંકાની આદિવાસી બહેનો પણ ઉગ્ર આંદોલનો કરશે ની ચીમકી ઉચ્ચારી છે.

નોંધ: દારુ વેચાણ કરતાં એ વ્યક્તિ સન્માનીય પદ છે માટે પદની ગરિમા હોવાથી અમે એ વ્યક્તિના જાહેર કરી શકતા નથી.