ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના કેળવણી ગામે ગ્રામપંચાયતનું ઉદ્ધઘાટન સરપંચશ્રી અને ચૂંટાયેલા 6 સભ્યો અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના કામ ચાલુ કરવામાં આવેલ છે જેથી ગામના લોકો નિર્ણય ન લેઇ ત્યાં સુધી કામ મોકૂફ રાખવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
જુઓ વિડીયો…
આવનારી 23 માર્ચના રોજ ગ્રામના લોકો દ્વારા ગ્રામસભા કરીને ગ્રામ પંચાયતના લોકોએ નક્કી કરવાનું આયોજન કરેલ છે અને કેટલા આગેવાનો દ્વારા સરપંચશ્રી અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર કામ ચાલુ કરવામાં આવેલ છે. સરપંચશ્રીના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ગામમાં સેન્ટરમાં આવે એ મુજબ બનાવવામાં આવે જેથી આખા ગામના લોકોને સારી સગવડ ઉભી થાય અને જે બાબતે ગામના 80% લોકો સમત હોય, પરંતુ કેટલાક કહેવાતા રાજકારણીઓ દ્વારા સરપંચશ્રીને વિશ્વાસમાં લીધા વગર ખાર્તમૂહર્ત કરી દેવામાં આવ્યું છે અને જૂનું મકાન પણ રાત્રે તોડવામાં આવી રહ્યું છે અને નવી ગ્રામપંચાયતનું બાંધકામ પણ રાત્રે કરવામાં આવે છે. જે ગ્રામસભાના ઠરાવ પ્રમાણે ગેરકાયેદેસર છે.
સરપંચશ્રી અને ગામના આગેવાનોનું કહેવું છે કે ઉલ્લેખનીય છે કે સંવિધાનના આધારે ગ્રામસભાના ઠરાવને વિધાનસભા અને લોકસભા કરતા પણ ઉપર માનવામાં આવે છે તેથી ગ્રામ પંચાયતના ઠરાવ કરવામાં આવશે અને ઠરાવના વિરુદ્ધ કામ કરવામાં આવશે તો એના વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

