મહુવા: હાલમાં જ મહુવા તાલુકાના વાંસકુઇ ગામમાં પ્રખ્યાત ગોળીગઢના મેળા ભરાયો હતો જેમાં શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં દર્શનાર્થે આવ્યા હતા ત્યારે મેળાના આયોજકો દ્વારા પાર્કિગના નામ પાર લોકો પાસેથી આડેધડ રૂપિયાની લૂંટ કર્યા હોવાનું સામે આવ્યું છે.

Decision News સાથે ગોળીગઢ બાપુના દર્શનાર્થે ગયેલા શ્રધ્ધાળુઓ વાત કરતાં કહે છે કે મહુવા તાલુકામાં બે વર્ષ બાદ યોજાયેલ પ્રસિદ્ધ ગોળીગઢ મેળામાં ખાનગી માલિકોએ પાર્કિંગ ના નામે લૂંટ ચલાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી દર્શને આવનારા ભક્તોમાં પણ ભારે નિરાશા ફેલાય ગઈ હતી. પે એન્ડ પાર્કિંગના નામે મનફાવે તેટલા પાર્કિંગ દર ઉઘરાવી ને મોટરસાયકલ કાર ચાલકો લૂંટાય જવા પામ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી કર અથવા રિક્ષા, ટેક્સી જો થોડીક મિનિટ સુધી પણ પાર્ક કરે તો 100રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.. જુઓ વિડીઓમાં..

ખાનગી માલિકો દ્વારા પાર્કિંગ માટે આટલા ઊંચા દરો વસૂલીને માનવતા ભૂલવાની સાથે સ્થાનિક તંત્રની આંખમાં ધૂળ નાખીને પ્રવાસીઓ અને રિક્ષા, કાર,મોટરસાયકલ ચાલકોની લૂંટ ચાલવી હતી. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી જ્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા ત્યારે પાર્કિંગ ફિના નામે ખાનગી માલિકોએ ખુલ્લેઆમ લૂંટ ચલાવતા લોકોમાં રોષ ફેલાયો હતો.