ડાંગ: આજરોજ મહામહિમ રાજ્યપાલ શ્રી ડાંગ ખાતે ડાંગદરબાર ઉદ્ઘાટન માટે આવવાના હતા અને હાલમાં ડાંગમાં ચાલી રહેલ પાર તાપી નર્મદા રિવર લિંક યોજના બાબતે આદિવાસી સમાજમાં રોષ હોવાથી આદિવાસી યુવા સામાજિક કાર્યકર્તાઓને પરિવાર સહિત નજરકેદ કરાયાનું બહાર આવ્યું છે.

સ્થાનિક સતાધારી નેતા અને આદિવાસી સમાજનું અહિત ઇચ્છનાર આદિવાસી સમાજના નિકંદન કરતી યોજનાનાં સમર્થક ધારાસભ્ય અને પંચાયત પ્રમુખનાં ઇશારે ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિનાં આગેવાનો અને યુવાનોને પરિવાર સાથે નજર કેદ કરતા જે ડાંગમાં બહુમૂલ્ય આદિવાસીઓની વસ્તી હોઇ ત્યાં વગર કારણો એ જો સ્થાનિક આગેવાનોને જો એમના પરિવાર સાથે નજર કેદ રાખવામાં આવતા હોય તો આવનાર સમયમાં ડાંગનાં ગરીબ આદિવાસી લોકો પર બાહરી શક્તિ હાવી થઈ આદિવાસીઓ ખાત્મો કરશે એ સમય હવે દૂર રહ્યો નથી.

શું આદિવાસી સમાજના આગેવાનો પોતાની સમસ્યા પણ સરકાર તો ઠીક રાજ્યપાલશ્રીને પણ ન જણાવી શકે ? શું જે આદિવાસી સમાજને અનુસૂચિ ૫ પેસા કાનૂન જેવી કાયદાકીય જોગવાઈ હોવા છતાં પણ કાયદા અને કાનૂનને ઘોળી અને પીય જનારી સરકાર અને સ્થાનિક તંત્રની જાહો જલાલી અને આદિવાસી પ્રત્યે આતંકવાદી અને નક્સલી જેવા વ્યવહારો ક્યાં સુધી યોગ્ય ? આ દિને ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિનાં આગેવાનો મુકેશભાઈ પટેલ, તુષાર કામડી ઉમેશ માહલા, ગીતાબેન પટેલ અને સુનીલ વકીલ અને તેમના પરિવાર જનોને સરવર એમના ગામ ખાતે નજર કેદ કરાયા હતા.