સાપુતારા: ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાઓ મોટા ભાગે પાણી સંગ્રહ માટે બાંધવામાં આવેલા ચેકડેમોમાં ભ્રષ્ટાચારના કરને સર્જાતી હોય છે એવું બેકાર ગુણવત્તા વાળા ચેકડેમનું બાંધકામ કરવામાં આવતું હોય છે કે લાખો રૂપિયાના ચેકડેમ એક વર્ષ પણ અડીખમ રહી શકતા નથી જેનું તાજું ઉદાહરણ તમે આહવાના ગુદિયા ગામમાં આવેલા ચેકડેમનું જોઈ શકો છો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના ગુંદીયા ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે પાણીની સમસ્યા ગામમાં થયેલા પાણી સંગ્રહના ચેકડેમોમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે વિકરાળ બની રહી છે ગુંદીયા ગામના ખેડૂતો અને ગ્રામ જનોને પાણીની સમસ્યાથી હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે નદીઓ બને કાઠે વહેતી હોય છે જેને લઈને પાણી સંગ્રહ માટે સરકારે ચેકડેમો બાંધવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય છે પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે હલકી ગુણવતા વાળા ચેકડેમો બનાવી અડધા થી ઉપરના રૂપિયા ચાવ કરી જવામાં આવે છે જેથી આવા ચેકડેમો એક વર્ષ પણ અડીખમ નથી રહેતા અને તૂટી જાય છે જેના લીધે પાણીનો સંગ્રહ થતો નથી અને સિંચાઈના પાણી અને પીવાના પાણીની અગવડતા ઉભી થાય છે જેના તાજા દ્રશ્યો તમે આહવાના ગુંદીયા ગામમાં જોઈ શકો છો… જુઓ વિડીયો..

હાલમાં ગામના લોકોને સિંચાઈના પાણી અને પાળેલા પશુઓ માટે પીવાના પાણીની તંગી ઉભી થઇ છે ખેતરોમાં પાક બળવા લાગ્યો છે ગામ લોકોનું કહેવું છે કે આવા હલકી ગુણવતાવાળા ચેકડેમ બનાવનારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે અને આ પાણીની તંગી ઝડપથી દુર કરવામાં નહિ આવે તો ગ્રામજનો ધરણા પ્રદર્શન કરીશું અને ડાંગના MLAના ઘરનો ઘેરાવો કરશું.