ડાંગ: રાજ્ય સરકાર ગામડાઓમાં રસ્તોઓ પાછળ કરોડો રૂપિયા ફાળવીને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાઓ દ્વારા ગુજરાત રાજ્યના ગામડાઓને સારા પાકા રસ્તાઓ વડે જોડાણ પુરુ પાડવાનો છે. ત્યારે ડાંગ જિલ્લાના બોર્ડરના ગામડાઓના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.

Decision Newsએ સ્થળ પર લીધેલી મુલાકાત મુજબ ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં પ્રવાસીઓ માટે તો ચીકણા રસ્તાઓ થયા પણ તેની નીચે તળેટીમાં આવેલા ગામડાઓમાં રસ્તાઓ ધૂળ અને ખાડાના સામ્રાજ્ય ધરાવતા જ રહી ગયા છે. ભાપખલ થી બારીપાડા તરફનો રસ્તો, ગોટીયામાળ ,જોગબારી, ગુંદીયા ગામડાઓમાં રોડની દશા જોઇને ખુદ કદાચ વિકાસભાઈને પણ શરમ આવી જાય રોડ ઉપરની નાના-નાના પથ્થરો ઉખડી ગયાના ચિત્રો સામે આવ્યા છે.

જુઓ વિડીયોમાં…

અહી થી આવતા જતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય મનમાં સતાવતો હોય છે. અને ભૂતકાળમાં ઘણા અકસ્માતો પણ થઇ ચૂકયા છે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગામમાં ક્યારેક મહિલાઓના ડીલેવરીના સમયમાં હોસ્પિટલમાં જવા માટે ૧૦૮ ની જરૂર પડતી હોય તો તે સમય પર આવી શકાતી નથી. પરંતુ અહીના આ પ્રશ્નોને હલ કરવાનું કોઈ તસ્દી સુધ્ધા લેતું નથી. નેતાઓ અને વહીવટીતંત્ર પોતાના ખિસ્સા ભરવામાં પડયા છે એમ લોકોનું કહેવું છે ગુજરાતમાં સુશાસનની સરકાર છે એમ કહેવાય છે પણ અહીના વહીવટીતંત્રને અંધારપટ છે એમ લાગે છે કોણ જાણે ક્યારે કામચોરોનો અસ્ત થશે અને ક્યારે વિકાસનો સૂર્ય આ ગામડાઓમાં ઉગશે એ જોવું રહ્યું.