સાગબારા: દેવમોગરા ખાતે આવેલ યાહ મોગી પાંડોરી માતા વસાવા સ્ટેટના કુળદેવી છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી ભક્તો માટે શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર આ દેવમોગરા મંદિર છે. ત્યારે આજે મહાશિવરાત્રિના મેળામાં  આદિવાસી સમાજની કુળદેવી લાખોની સંખ્યામાં આદિવાસી ભક્તોની મન્નત પુરી કરવા અને દર્શન માટે આવ્યા હતા.

Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દેવમોગરા માતાજીનો મેળો લાખો આદિવાસી લોકોનું માનવ મેહેરામણ જોવા મળ્યું હતું આ આ પાંચ દિવસના મેળામાં પાંચ લાખ કરતા પણ વધુ આદિવાસી ભક્તો માતાજીના દર્શનાર્થે આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે આ મેળામાં સ્થાનિક 200 અને અન્ય 100 થી વધુ દુકાનો સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

એક અંદાજ મુજબ 5 કરોડ થી વધુ નો પ્રસાદ સહિતની ચીજવસ્તુઓ અહી વેચાણ થાય છે. સ્થાનિક ગ્રામ પંચાયત વાહન વેરો ઉઘરાવે છે. પાંચ દિવસમાં લાખોમાં ગ્રામ પંચાયતને આવક થાય છે જેનો ઉપયોગ મંદિરમાં અને તેના વિકાસમાં કરાઈ છે.