ગુજરાત: આ મહીને ખેડૂતો માટે સરકારે ખેતીવાડીની યોજનાઓ બહાર પાડી છે. જેમાં 35 થી લઈને 75 ટકા સુધીની સબસીડી મળી રહી છે. આ વર્ષે કુલ 49 ઘટકો પર ખેડુતો 21, ફેબ્રુઆરી થી 21, માર્ચ સુધી એટલે કે 1 મહિનો સુધી સહાય લેવા માટેની અરજી કરી શકશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે www.ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલ 2022-2023 માટે સહાય અરજીઓ માંગવામાં આવી છે. ખેડૂતો વિવિધ ઘટકોની અંદર તાડપત્રી માટે અરજી કરી શકે છે.

યોજના વિષે જાણીએ તો… કેટલી સબસિડી મળશે? કોને મળશે અને કેવી રીતે? કોને લાભ મળે ? ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય શું લાભ મળે ? 1. તમામ ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- એ બે માંથી જે ઓછું હોય તે તેમજ ખાતાદીઠ વધુમાં વધુ ૨ નંગ દર ૩ વર્ષે મળી શકે. 2. અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ 3. અરજી કરેલ હોય તેની નકલ 4. જાતિનો દાખલો  5. જમીનના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો 6. બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક 7. આધારકાર્ડ ની નકલ