ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે બહેજ પ્રાથમિક શાળા ખાતે ૭૦થી વધુ શિક્ષકોની સભા તા.૧૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રિવાર્ષિક અધિવેશન નિમિત્તે મળી હતી.જેમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના દ્વિવર્ષ માટેના બિનહરીફ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખશ્રી તરીકે દિવ્યેશકુમાર ઉમેદસિંહ ચૌહાણ(૩) નારણપોર પ્રાથમિક શાળા, ઉપપ્રમુખશ્રી તરીકે દિનેશભાઈ જી.નાયક (૪)પાટી પ્રા. શાળા, મહામંત્રીશ્રી કિરીટભાઈ બી.પટેલ (૨)વાડ મુખ્ય પ્રાથ. શાળા, ખજાનચીશ્રી પરેશભાઈ જી.પટેલ (૪) પણંજ પ્રા. શાળા, સહમંત્રીશ્રી શૈલેષભાઈ બી.પટેલ નડગધરી પ્રા. શાળાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ ગૃપમંત્રીઓ, જિલ્લા કારોબારી સભ્યો, મહિલા સભ્યોની નિમણુંકો કરવામાં આવી. પ્રમુખશ્રીની મંજૂરીથી થતાં કામો રજૂ કરવામાં આવ્યા હતા જેને બહાલી આપવામાં આવી હતી.

ખેરગામ તાલુકાના શિક્ષકો દ્વારા સંઘના નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામના પાઠવી આવનારા સમયમાં શિક્ષણના પ્રશ્નો અને શિક્ષકોની સમસ્યા દુર કરવાના પ્રયાસો કરવામાં આવશે તેઓ ભરોષો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Bookmark Now (0)