સાગબારા: સાગબારા તાલુકાનું નાનકડું ગામ નાની દેવરુપણ આદિવાસી યાહા મોગી નવયુવક લોક કલા ટ્રસ્ટ અને ટીમ લીડર અરવિંદભાઈ પી.વસાવા અને તેમના જોશીલા સાથી યુવાનો દ્વારા આદિવાસી નૃત્યને આદિવાસી સંગીતના વાધ્યો સાથે તાલબધ્ધ રજૂઆત કરી છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં ધૂમ મચાવી છે.

કલામહોત્સવ દ્વારા અને પોતાની સક્ષમતા પ્રદર્શિત કરી છે.અને રાષ્ટ્રીય કક્ષાએ ઇનામો પણ મેળવેલ છે.મુખ્યમંત્રી હોઇ કે વડાપ્રધાન કે કોઇપણ વિશેષ કાર્યક્રમોમાં દેશની સંસ્કૃતિના ભાગરુપે આ નૃત્ય હંમેશા તાળીઓના ગડગડાટ સાથે પ્રશંસનીય રહ્યુ છે. તેમજ દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાની કલા દર્શાવી દર્શકોને મનોરંજનની સાથે આદિવાસી સંસ્કૃતિનો પરિચય પણ કરાવ્યો છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના જુદા જુદા શહેરોમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત પોતાની કળા પ્રદર્શિત કરી ચુક્યા છે. આદિવાસીની ઓળખ સમાન આ નૃત્યને નવી ઊંચાઇઓ પર પોહચાડી છે.