ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આજે ગુજરાતના રાજ્યકક્ષાના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૧૪૪૩.૩૨ લાખના વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા.૧૪૪૩.૩૨ લાખના ખર્ચે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે કરાશે. આ કાર્યક્રમ ૩૦ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બપોરે ૨-૦૦ કલાકે શ્રી વિજયદેવજી સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ, ત્રણ દરવાજા ધરમપુર ખાતે યોજવામાં આવે છે.

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા નગરપાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન કે. દેસાઇ, ચીફ ઓફિસર મિલનભાઇ એચ.પલસાણા, નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન રક્ષાબેન એ.જાદવ, બાંધકામ સમિતિ ચેરમેન લલિતાબેન ડી.પટેલ, વારિગૃહ સમિતિ ચેરમેન મુકેશભાઇ એસ.પટેલ, સાંસ્‍કૃતિક, રમતગમત, બાગબગીચા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન ડેનિસાબેન એન.ગોસ્‍વામી હાજર રહ્યા હતા.