ચીખલી: હવે ચોરીના કિસ્સાઓ ગામડાઓમાં વધતા જઈ રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલીના સૂરખાઈ ગામે બે બંધ ઘરમાં લૂંટ ચલાવી અંદાજીત 15 તોલા જેટલા સોનાના ઘરેણાં અને આશરે 1 લાખ 70 હજાર રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગત રાત્રીના સમયે ચીખલીના સુરખાઇ ઓરવાડના રહીશ એવા મહેશભાઈ જગજીવનદાસ પંચાલ જેઓ પોતાના જમાઈના વિદેશ ગમન જવાનું હોવાથી મળવા માટે ગયેલ હોય એ દરમ્યાન રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ ઘરનો લાભ લીધો હતો અને ઘરમાંથી અંદાજીત 15 તોલા જેટલા સોનાના ઘરેણાં અને આશરે 1 લાખ 70 હજાર રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી અને લૂંટની ભોગ બનનાર મહેશભાઈ જગજીવનદાસ પંચાલ નાજ નજીકમાં રહેતા અરવિંદ ભાઈ છગનભાઈ પટેલના જેવો પણ એ રાત્રિ દરમ્યાન ઘરે હાજાર નઈ હતા એ દરમ્યાન ઘરનું તાળું ટોળી લૂંટ ચલાવવાનો પ્રયાસ થયો હતો પણ અરવિંદભાઈના આખે આખું ઘરમાં દરેક ઘરવપરાશના સામનો ઉથલ પથલ કરી નાખવા છતાં કંઇજ મળિયું નઈ હતું જેથી તસ્કરોએ ત્યાંથી વિલા મોઢે ભાગવું પડયું હતું
આ ઘટનાની જાણ લૂંટના ભોગ બનનાર ઘરના માલિકે રાનકુવા પોલીસ ચોકીમાં કરતા ઘટના સ્થળ પર આવી ચકાસણી કરવામાં આવી હતી અને આ ઘટનાની તપાસ રાનકુવા પોલીસ ચોકીના પોલીસકર્મી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

