વાંસદા: ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થવાનો અહેસાસ થતા ગ્રામસેવકની ભરતીમાં 01-01-2018નો RR લાગુ કરવા માટે વાંસદામાં BRSના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને brs ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ‘ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી છે તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે, જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર, વિસ્તરણ અધિકારી જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના પૂરતા સ્કોપ રહેલા છે. વળી ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ડિપ્લોમા અને brs માટે ગ્રામસેવક ભરતી નિયમોમાં સમાવેશ ન બરાબર છે,કેમ કે ઉચ્ચ ડિગ્રીના વિદ્યાર્થીઓ પહેલાથી જ વર્ગ-૧ અને ૨ તેમજ એગ્રીકલ્ચર ઓફીસર વિસ્તરણ અધિકારી વગેરેની તૈયારી કરી રહ્યા હોય છે ત્યારે માત્ર ગ્રામસેવકની ભરતીમાં જ રોજગારીની આશા રાખીને બેસેલા કૃષિ ક્ષેત્રના ડિપ્લોના અને brs ના વિદ્યાર્થીઓ માટેની ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરવાથી BRS અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા સાથે સીધો જ અન્યાય છે, વળી તારીખ ૨૫.૧૧.૨૦૧૯ ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાં આવેલા તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરેલ નથી અને ત્યારબાદ એકપણવાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે સીધો જ અન્યાય છે.
સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત ન થાય તે માટે અગાઉ તારીખ:૧૭.૦૭.૨૦૨૧ ના રોજ તેમજ ૨૭.૧૨.૨૦૨૧ ના રોજ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ ૨૭.૧૨.૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રીશ્રી, મુખ્યમંત્રી શ્રી,કૃષિ મંત્રીશ્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી, તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે. વિદ્યાર્થીઓની માંગ છે કે તારીખ ૧૧.૦૧.૨૦૨૨ ના રોજ નિયમોમાં ફેરફાર કરીને સમાવેશ કરવામાં આવેલ બી.એસ.સી એગ્રીકલ્ચર,બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)ને રદ કરવામાં આવે જેથી કરીને માત્ર ગ્રામસેવક પૂરતી જ રોજગારીની તક મેળવી રહેલા અને લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ નોકરી આપવામાં આવે આ રજૂઆત બાદ તાત્કાલિક ધોરણે ૦૧.૦૧.૨૦૧૮ના RR લાગુ નહિ કરવામાં આવે તો કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે મળી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.

