ડાંગ: ડાંગ જિલ્લાનાં હાલમાં ઠંડીની લહેરો સાથે ક્રિકેટની મોસમ પણ યુવાઓમાં ચાલી રહી છે ત્યારે દંડકારણ્ય શાળા સંકુલ વિકાસનાં નેજા હેઠળ યોજાયેલ ક્રિકેટ સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા આહવાની શિક્ષકોની ટીમ વિજેતા બની હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ દંડકારણ્ય શાળા વિકાસ સંકુલ ડાંગ- આહવા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉ.મા શાળાનાં શિક્ષકો માટે ચાર ક્યુડીસી પ્રમાણે ટીમ બનાવી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાનું આયોજન યુવા દિન નિમિત્તે કરવામાં આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લાની ચાર ક્યુડીસીમાંથી આહવા ક્યુડીસીની પાંચ ટીમો, વઘઈ ક્યુડીસીની બે ટીમો, સુબીર ક્યુડીસીની 3 ટીમો સાપુતારા ક્યુડીસીની ત્રણ ટીમો તથા ડી.ઈ.ઓ કચેરીની એક ટીમ મળી કુલ 14 ટીમો સાપુતારા ખાતે મેદાનમાં ઉતરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં ઈ.આઈ.વી.ડી દેશમખ,એસ.વી.એસ કન્વીનર રામાભાઇ ચૌધરી અને સાપુતારા ક્યુડીસીનાં કન્વીનર મનુભાઈ ગાવિત સહિત ગેસ કેડર વર્ગ-૨ સરકારી શાળાનાં આચાર્યમાં જી.આર.ગાંગોર્ડા,એસ. સી. બાગુલ અને એન.એસ.પટેલની તથા ડાંગનાં તમામ આચાર્યોની ટીમ ઉપસ્થિતિ રહ્યો હતો.અહી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી ભૂસારા ખાસ ઉપસ્થિત રહી સર્વ ખેલાડી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ રમતને અંતે પ્રથમ વિજેતા ટીમ આહવા ક્યુડીસીની પાંચ ટીમમાંથી સરકારી માધ્યમિક શાળા આહવાનાં આચાર્ય અને સુપરવાઇઝરની ટીમ વિજેતા થઈ હતી. ડાંગ જિલ્લાનાં શિક્ષક વિજેતા કપ ટીમને અહી જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભૂસારાનાં હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.