ડાંગ: ગતરોજ દેશભરમાં યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાનાં વઘઇ પુસ્તકાલયમાં સ્વામી વિવેકાનંદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી તાલુકા પુસ્તકાલય વઘઇ દ્વારા પ્રતિ વર્ષ સ્વામી વિવેકાનંદની જન્મ જંયતીની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે દીપ્તેશભાઇ પટેલ,અજયભાઈ સુરતી, બીપીનભાઈ, આકાશભાઈ, તરુણભાઈ, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અહી કોવિડનાં ગાઈડલાઇન સાથે વઘઇનું પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયુ હતુ.

ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે સરકારી પુસ્તકાલયનાં નેજા હેઠળ યોજાયેલ સ્વામી વિવેકાનંદની જન્મ જંયતી પ્રસંગે પુસ્તકાલયનાં કર્મચારીઓ સહિત 50 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Bookmark Now (0)