વાંસદા: બાળકોમાં અતિ પ્રિય એવી ઉતરાયણ આવી રહી છે ત્યારે આજરોજ વાંસદા ગામના પાટાફળીયા ખાતે વાંસદા-૨ સીટના તાલુકા પંચાયત સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના સભ્ય ગંગાબેન પાડવીએ બાળકોને પતંગોનું વિતરણ કર્યુ હતું.

આ પ્રસંગે ગંગાબેન પાડવીએ જણાવ્યું હતું કે સૌ કોઈ ઉત્સવો પર્વો હર્ષોલ્લાસથી ઉજવી શકે એ માટે દરેકને આપણી પાસે જે કંઈક છે એમાંથી કંઈક આપીને મદદરૂપ થવું જરુરી છે. આ પ્રસંગે ગંગાબેન પાડવી માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ વગેરેએ હાજરી આપી હતી.

લોકોને હંમેશા તન મન કે ધનથી મદદરૂપ થવાની ભાવના વ્યક્તિના વ્યક્તિત્વને નિખરે અને પ્રકૃતિ સમાજમાં મોકળું  સ્થાન આપે છે