ગુજરાત: પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં 3, 300 જગ્યા પર શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાતમાં 13 હજાર જેટલા શિક્ષકોની ઘટ યથાવત રહેશે એવું શિક્ષિત યુવાનોનું કેહેવું છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ હાલમાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 16 હજાર કરતાં વધારે જગ્યાઓ પર શિક્ષકોની ઘટ છે , જ્યારે બીજી તરફ્ માત્ર 3 , 300 જગ્યાઓ પર એટલે કે કુલ ખાલી જગ્યા ની 20 ટકા જેટલી જગ્યા પર શિક્ષકોની ભરતી થશે. માહિતી અધિકાર કાયદા અંતર્ગત થયેલી અરજમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી એ જાહેર કરેલી શિક્ષકોની ખાલી જગ્યાઓ માં ધોરણ 1 થી 5 માં 8055 જગ્યાઓ ખાલી પડી છે. પરંતુ હાલમાં ધોરણ 1 થી 5 ના 2188 શિક્ષકો ધોરણ 6 થી 8 માં ફ્રજ બજાવી રહ્યા છે. ધોરણ 1 થી 5 માં 31મી ઓગસ્ટ 2021 ની સ્થિતિએ ચોખ્ખી 5867 જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ – 6થી 8માં 8273 જગ્યાઓ હાલમાં ખાલી છે અને જો પ્રાથમિકમાં વધુમાં પડેલા શિક્ષકો પરત મૂકવામાં આવે તો બીજી 2188 જગ્યા ખાલી પડે. આમ ધોરણ 6 થી 8 માં કુલ 10 , 461 શિક્ષકોની જગ્યા ખાલી છે.

ઉલ્લેખનીય છે કે, ગુણોત્સવ 2.0 ગુજરાતની કુલ 32 હજાર કરતાં વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં એ-વન ગ્રેડમાં માત્ર 14 અને એ ગ્રેડમાં 270 જેટલી સ્કૂલોનો સમાવેશ થયો હતો. આમ બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ ભરાતા નથી તો ગુણવત્તાની અપેક્ષા ક્યાંથી રાખવી ?.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here