ધરમપુર: આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને રીત રીવાજો બીજા અન્ય સમાજ કરતાં જુદા જ તારી આવે છે પ્રકૃતિ સાથે તેમના જોડાયેલા દેવી-દેવની રસમો ખરેખર કુહુતલ ઉપજાવે છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આદિવાસી સમાજના કુકણા આદિવાસીઓ દ્વારા ઉજવાતા ‘દેવકારે’ ના ઉત્સવની..
એવું કહેવાય છે કે સંવેદના અને રુડો અવસર વિરોધભાસ છે પરંતુ ‘દેવકારે’ માં એ શકય છે. મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી કુકણા સમાજમાં વ્યક્તિના મરણ પછી પોષ અને ચૈત્રમાં ‘દેવકારે’ મૃતાત્માને દેવમાં રુપાંતર કરવાનો ઉત્સવ ઊજવાય છે. મરનારના નામની ચાંદીની મુર્તિ બનાવી એને દેવરુપે સ્થાપિત કરવામાં આવતા હોય છે
Decision News સાથે વાત કરતાં ધરમપુર તાલુકાના આંબોસી ગામના વલ્લભભાઈ જણાવે છે કે આ પ્રસંગે ઢાકના તાલે કથાગીતો ગાવામાં આવે છે. ગીતોમાં જળપ્રલયથી ધરતીનો નાશ, નવી ધરતીની સ્થાપ્ના, માનવ સહિત જીવોની ઉત્પત્તિની કથા ગાવામાં આવે છે. આ પરંપરા વર્ષો જુની છે. મરણની આ છેલ્લી વિધિ કરુણ છતાં મંગળ છે. ઉત્સવના બીજા દિવસે મૃતાત્માને ભેટવાની ઈરાંની વિધિ થાય છે. ઘૂમારાના શરીરમાં મૃતાત્મા આવીને આપ્તજનો સાથે છેલ્લીવાર વાત કરતા હોવાની શ્રદ્ધા છે.

