ખેરગામ: આજરોજ નવસારીના ખેરગામ તાલુકામાં પોલિસ તાલીમ કેમ્પના વિદ્યાર્થીઓને રાજુકાકા, નટુકાકા સહિતના ઢોડિયા સમાજના આગેવાનોના દ્વારા પ્રયોજના વહીવટદારની ગ્રાન્ટમાંથી દોડ માટે બૂટ- ટી-શર્ટ – ટ્રેક પેન્ટનું વિતરણ કરવામાં આવ્યું..

Decision Newsને મળેલી માહિતી મુજબ પ્રયોજના વહીવટદારની ગ્રાન્ટમાંથી ઢોડિયા સમાજના આગેવાનોના દ્વારા નવા ક્ષેત્રમાં વિવિધ અવનવા સાહસો કરતાં યુવાનો પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું જેથી યુવાનોનો પોતાની મંજિલ પ્રત્યે ઉત્સાહ જળવાઈ રહે અને પોતાના કાર્યમાં ઉર્જાવાન બને રહે.

નોંધનીય બાબત છે કે ખેરગામમાં ચાલતાં આ તાલીમ કેમ્પમાં અત્યાર સુધીમાં 130 કરતા વધારે વિદ્યાર્થીઓ શારીરિક કસોટી ઉતીર્ણ થઇ થીયરીની તૈયારીમાં લાગી પડેલ છે. જે આ ટીમના તમામે તમામ સિંહ જેવા સભ્યોની મહેનતનું પરિણામ છે.