સુરત: આજરોજ સુરત સિવિલ હોસ્પિટલમાં આકસ્મિત ઘટનાઓમાં ઈજા પામેલા તરીકે સારવાર લઇ રહેલા 11 દર્દીઓનો રેપીડ-RTPCR ચેકઅપ રીપોર્ટ કોરોના સંક્રમિત આવતા જ તેમને સિવિલ હોસ્પિટલ-19 બિલ્ડીંગમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ મુદ્દે સિવિલ હોસ્પિટલમાં RMO ડો.કેતન નાયકે મીડિયાને જણાવ્યું છે કે  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓનું સાવચેતીના ભાગરૂપે કોવિડ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, અને અમે એવા દર્દીઓ માટે એમ્બયુલેન્સની પણ વ્યવસ્થા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ દર્દી અન્ય બિમારીને લઈને હોસ્પિટલમાં આવે છે તો તેમની સારવાર તો કરવામાં આવે જ છે, પરંતુ તેમનું કોવિડ ચેકઅપ પણ કરવામાં આવે છે, અને તે જો પોઝેટીવ આવે એટલે તેને તરત હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાં મોકલી આપીયે છીએ, ત્યાં તેમની કોવિડની સારવાર તો કરવામાં આવશે જ પણ સાથે જે બિમારી હશે તેની પણ સારવાર કરવામાં આવી રહી છે.

 

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here