ચીખલી: ભારત સરકાર દ્વારા 15 વર્ષથી 18 ઉંમરના બાળકો માટે દેશભરમાં રસીકરણનો ગતરોજ થી જ પ્રારંભ થયો છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા હાઈસ્કૂલ માં પ્રથમ દિવસે 500 કરતા વધુ બાળકોનું રસીકરણ સેલ્ફી પોઈન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં વેક્સીનેશન લેવાના ઉત્સાહમાં જોવા મળ્યા હતા
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સોનવણે અને મંડળના પ્રમુખ ઠાકોરકાકાની ઉપસ્થિતિમાં રાનકુવા પી.એચ.સી, મેડીકલ ઓફિસર ફાલ્ગુનીબેન પટેલની ટીમ દ્વારા રસીકરણ ઉદઘાટન સમારંભ સાથે રસીકરણની શરૂઆત કરી.
આચાર્ય સંજય પરમાર ઉપસ્થિતિ અધિકારી પદાધિકારીને આવકારતા વિદ્યાર્થીઓને જણાવ્યું કે ” વિદ્યાર્થીઓનું ભાવિ વર્ગખંડ માં ઘડાય છે મોબાઈલમાં નહી” વર્ગખંડો ને જીવંત રાખવા રસીકરણ અભ્યાનમાં સૌના સહકારની જરૂર છે. વાલી મિત્રોએ ઉત્સાહથી સંમતિ આપી શાળાનો 1300 બાળકોના રસીકરણ ની અભેદ સુરક્ષા કવચ પ્રાપ્ત થશે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શિક્ષક પરેશભાઈ દેસાઈ એ કર્યું હતું. કુલ 20 જેટલા અરોગ્યકરમી દ્વારા રસીકરણ કરવામાં આવ્યું.