નવસારી: જિલ્લામાં કુલ 16 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે જેના દ્વારા વર્ષ 2021 માં આશરે 22000 થી પણ વધુ ઈમરજન્સી ને પ્રતિસાદ આપવામાં આવેલ છે. જેમા 108 સેવાના કર્મચારીઓ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
DECISION NEWSને મળેલી માહિતી મુજબ કોરોના મહામારી ના કપરા સમય દરમ્યાન પણ ૧૦૮ સેવાના કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી રહી છે અને કોરોનાના લક્ષણો ધરાવતા 2118 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2021 દરમિયાન 108 એમ્બ્યુલન્સમા સૌથી વધુ 4627 જેટલા પ્રસૃતીને લગતા કોલ નોંધાયેલ છે. જો આંકડાવાર માહિતી જોઈએ તો માર્ગ અકસ્માતના 2823 કોલ, પેટમા દુખાવાના 2799 કોલ, શ્વાસની તકલીફ ના 1911 કોલ, તાવના 960 કોલ, હૃદય રોગને લગતા 725 કોલનો સમાવેશ થાય છે. હાલમા પણ 108 ઈમરજન્સી સેવા દ્વારા દરરોજના 70 થી 75 જેટલા કેસોને પ્રતિસાદ આપવા માં આવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં કાર્યરત 16 જેટલી એમ્બ્યુલન્સમાં 70 જેટલા કર્મચારી હાલ કાર્યરત છે જેઓ કોઈપણ ઈમરજન્સી કોલ મળતા તરત જ કોલ અનુસાર જરુરી તૈયારી કરી ઘટનાસ્થળ પર પહોંચી દર્દીની પરિસ્થિતિ ચકાસી કઠવાડા અમદાવાદ સ્થિત કોલ સેન્ટરના ડોક્ટર સાથે વાત કરી દર્દીના લક્ષણો જણાવી ડોક્ટરની સૂચના મુજબ જરૂરી સારવાર અને દવાઓ આપી હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ બને છે. આમ ગમે તેવા કપરા સંજોગો હોય તો પણ દર્દી ઓ પ્રત્યેની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવે છે











