બ્રિટન: હાલમાં કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યુ છે.જયારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો તેનો ઉપાય શોધવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યા છે, જેથી તે લોકો પર તેની અસરને સમજવામાં મદદ કરી શકે. જયારે ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત થયેલો દેશ બ્રિટનમાં એક ડૉક્ટરે બે નવા લક્ષણો શોધી કાઢ્યા છે જે કોરોના વાયરસથી સંબંધિત નથી.

કિંગ્સ કોલેજ લંડનનાં આનુવંશિક રોગશાસ્ત્રનાં પ્રોફેસર, ટિમ સ્પેક્ટરનાં જણાવ્યા અનુસાર, “આ લક્ષણો ઉબકા અને ભૂખ ન લાગવી છે. તેમણે કહ્યું કે, એવા લોકોમાં પણ કેટલાક લક્ષણો જોવા મળ્યા છે જેમણે કોવિડની રસી અને બૂસ્ટર ડોઝ બન્ને લીધા છે. તેમાંથી કેટલાકને ઉબકા, હળવો તાવ, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો હતો, એમ તેમણે જણાવ્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, ઓમિક્રોન સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય લક્ષણોમાં ઉધરસ, થાક, ભીડ અને સતત નાકમાંથી નિકળતુ પાણી છે. ગયા અઠવાડિયે, સિંગલ સેલ ડાયગ્નોસ્ટિક કંપની IncellDx માટે કામ કરતા ડૉ. બ્રુસ પેટરસને દાવો કર્યો હતો કે, અગાઉનાં વેરિઅન્ટની સરખામણીમાં તેમને સ્વાદ અને ગંધમાં આટલો ફરક જોવા મળ્યો નથી. ડૉ. પેટરસને કહ્યું કે, ઓમિક્રોન પૈરૈનફ્લુએન્ઝા નામનાં વાયરસ જેવો દેખાય છે.