વાંસદા: વાંસદા તાલુકાના રેફરલ હોસ્પિટલમાં દ્વારા કોરોનાના કપરા કાળમાં આરોગ્યની સેવાઓ ખાસ કરીને લોહીની અગવડતા દુર કરવામાં માટે તાલુકાના વિવિધ ગામોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ વાંસદા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 39 બોટલો એકઠી કરાઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ વાંસદા ખાતે રેફરલ હોસ્પિટલમાં દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 39 જેટલી બોટલો ભેગી કરવામાં આવી હતી આ ઉપરાંત વાંસદામાં ભીનાર અને ખામલા ગામમાં 2 મોબાઈલ યુનિટ વાનનુ ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું જેથી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય લક્ષી સેવાઓ ત્વરિત અને સરળતાથી પોહચાડી શકાય.

વાંસદા રેફરલ હોસ્પિટલના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની નગરજનો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.