આજનો 26મી ડિસેમ્બર, 2004નો દિવસ કોઈ પણ એશિયા ખંડનું વ્યક્તિ અને ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે સુમાત્રાના દરિયાકાંઠે 8.6ની તીવ્રતાના ભૂકંપથી સર્જાયેલી ઘાતક સુનામીએ હજારો કિંમતી જીવન છીનવી લીધા હતા આ ઉપરાંત કૃષિ, પશુધન અને માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું.

ભારતમાં 12,405 ભારતીયોએ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેમાં આંધ્ર પ્રદેશમાં 107, કેરળમાં 177, તમિલનાડુમાં 8009, 599 પોંડિચેરીમાં અને આંદામાન અને નિકોબારમાં 3513 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે, સુમાત્રા કિનારાની નજીકમાં આવેલા નિકોબાર ગ્રૂપ ઑફ આઈલેન્ડને સૌથી વધુ નુકસાન થયું હતું.

આંધ્ર પ્રદેશમાં 1.96 લાખ, કેરળમાં 13 લાખ, તમિલનાડુમાં 8.97 લાખ, પોંડિચેરીમાં 43 હજાર અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં 3.56 લાખ અસરગ્રસ્ત થયા હતા. સુનામીએ 2.35 લાખથી વધુ ઘરોનો નાશ કર્યો હતો. જેમાં, આંધ્ર પ્રદેશમાં 481, કેરળમાં 13, 735, તમિલનાડુમાં 1,90,000, પોંડિચેરીમાં 10,061 અને A&N ટાપુઓમાં 21,100 ઘરો તબાહ થયા હતા. ઘરો સિવાય લોકોએ તેમની આજીવિકા પણ ગુમાવી હતી. 83,788 બોટ નુકસાન થયું હતું. 39,035 હેક્ટર પાક વિસ્તારનું ધોવાણ થયાનું નોંધાયું હતું