PM દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતમાં 15થી 18 વર્ષની ઉંમરનાં બાળકોને પણ હવે કોરોના વિરુદ્ધ રક્ષણ આપતી વૅક્સિન આપવામાં આવશે અને તે બાળકોને આ વૅક્સિન નવા વર્ષે ત્રણ જાન્યુઆરીથી મળવાનું શરૂ જશે આ ઉપરાંત તેમણે હેલ્થ કૅર વર્કરોને બૂસ્ટર ડોઝ આપવાની પણ જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે હું આપ સૌને આગ્રહ કરીશ કે તમે પૅનિક ન કરશો અને સાવધાન અને સાવચેત રહો. માસ્ક અને હાથોને થોડી-થોડી વારે ધોવાની પ્રવૃત્તિ, આ વાતોને યાદ રાખો. કોરોના વૈશ્વિક મહામારીથી લડાઈનો હાલ સુધીનો અનુભવ જણાવે છે કે વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન, કોરોના સામે ઝઝૂમવા માટેનું સૌથી મોટું હથિયાર છે અને બીજું હથિયાર છે વૅક્સિનેશન

તેમનું કહેવું હતું કે આજે ભારતમાં કોરોના સામે રક્ષણ આપતી વૅક્સિનના 141 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે, આ તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઇચ્છાશક્તિના કારણે જ શક્ય બન્યું છે. તેથી આગમચેતી માટેના પગલાના તરીકે સરકારે નિર્ણય કર્યો છે કે હેલ્થ કૅર અને ફ્રન્ટલાઇન વર્કરોને વૅક્સિનનો પ્રિકૉશન ડોઝ પણ આપવામાં આવશે. તેની શરૂઆત 2022માં 10 જાન્યુઆરી, સોમવારના દિવસથી થશે.