ધરમપુર: ગતરોજ ગ્રામ પંયાચતોમાં ગામના નવા સરપંચ ચૂંટવા માટે મતદાન કરાયું જેમાં તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે ધરમપુર તાલુકાના આંબોસી ગામમાં માત્ર 22 વર્ષની ઉંમેર યુવતીએ સરપંચના પદે વિજેતા થઇ અત્યાર સુધીમાં લગભગ ધરમપુરના ઈતિહાસમાં નાની વયમાં સરપંચ બન્યોનો રેકોર્ડ બનાવ્યો છે.

આંબોસી ભવઠાણ ગામની ૨૨ વર્ષીય પ્રવિણાબેન ધોરણ-12નો અભ્યાસ પતાવી હાલમાં નર્સિગનો અભ્યાસ કરે છે તેમણે પિતાશ્રીના કહેવા પર આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ગ્રામજનોએ દ્વારા ૯૬ મતોની લીડથી તેમને વિજયી બનાવ્યા છે ત્યારે તેમણે પોતાને ગામનું સરપંચ પદ માટે લાયક ગણનારા તમામ ગ્રામજનોનો આભાર માન્યો છે અને સરકારની ગ્રામ વિકાસ માટે મળતી દરેક યોજનાઓ દરેક જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાની બાહેધરી આપી છે.