ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ગામ જામલીયાના મિત્રો દ્વારા નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્દઘાટન એસ્ટ્રલ જુથ યોજનાના સાહેબ શ્રી અલ્પેશભાઈના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગઈકાલથી દિવસના JPL એટલે કે ‘જામલીયા પ્રિમીયમ લીગ’માં જામલીયા અને આસપાસના ધરમપુર તાલુકાના બધા જ ગામોની ટીમો ભાગ લેશે

Decision Newsને મળેલી માહિતી મુજબ આ નવા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્દઘાટન પ્રસંગે ગામના ભાવી સરપંચ, ગામના વડીલો અને ગામના ક્રિકેટ પ્રેમીઓએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યાર બાદ JPL એટલે કે ‘જામલીયા પ્રિમીયમ લીગ’ રમાડવાની શરૂવાત કરવામાં આવી હતી

JPL એટલે કે ‘જામલીયા પ્રિમીયમ લીગ‘ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ ગામડાઓમાં પણ જો આ રીતે ક્રિકેટ જેવી રમતો શરુ થાય તો આવનારા સમયમાં ક્રિકેટ જેવી હાઈપ્રોફાઈલ રમતમાં ગ્રામિણ ખેલાડીઓના નેતૃત્વ આપણે જોઈ શકીએ

Bookmark Now (0)