ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે મહિલાઓ પર થતી હિંસાનો વિરોધ કરવા વ્યકિતગત અને સામૂહિક સકારાત્મક બદલાવના પ્રયત્નોને મજબૂત કરવા અને વ્યાપક અર્થમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી 16 દિવસીય અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વર્તમાન સમયમાં ઘટતો જતો લિંગાનુપાત, કાર્ય સ્થળ પર યૌન હિંસા, બાળ લગ્ન અને એકલસ્ત્રીઓ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી એક્શન એઇડ અને આદિવાસી એકતા પરિષદના સંયુક્ત પ્રયાસથી અને ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો અને ધરમપુર PSI પરમાર સાહેબના ખૂબ સારા સહયોગથી 25 નવેમ્બર સ્રી હિંસા વિરૂદ્ધ દિન નિમિત્તે અભિયાનનો પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઇ, ઈશ્વર ભાઈ નગરીયા, સુરેશભાઈ બીલપુડી તાલુકા પંચાયત સભ્યશ્રી, ખુશાલભાઈ બારોલીયા, ધીરુભાઈ માજી સરપંચશ્રી બરૂમાંળ, ધીરજભાઈ નગયારીયા, ભાણા ભાઈ કુકણાં સમાજ પ્રમુખશ્રી ધરમપુર, રાજેશભાઈ સરપંચશ્રી ખારવેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ હાજર રહ્યા હતા.