વાંસદા: 15-નવેમ્બર થી 19-નવેમ્બર સુધીની કેવડીયા કોલોનીથી દેવલી માડી સુધીની આદિવાસી એકતા મંચ આયોજિત આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રા સેલવાસથી 9:00 કલાકે નીકળી નાના પોંઢા ધરમપુર પીપલખેડ બાદ ગતરોજ વાંસદાના કુકણા સમાજ ભવન ખાતે આવી પોહચી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ સેલવાસમાં આદિવાસી સમાજના મસીહા કહેવાતા સ્વ મોહનભાઈ ડેલકરના પત્ની કલાબેન અને પુત્ર અભિનવ સાથે સમાજ વિકાસની ચર્ચા કર્યા બાદ ત્યાંથી નીકળેલી આ યાત્રા ધરમપુર ખાતે આવી હતી જ્યાં બિરસામુંડા મુંડા સર્કલ ધરમપુર ખાતે સમસ્ત આદિવાસી સમાજ અને આદિવાસી એકતાં પરિસદના પ્રમુખશ્રી કમલેશ પટેલ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પીપલખેડ ગામમાં આદિવાસી કાર્યકતા દિનેશભાઈ ભગવતીબેન, કુકણા સમાજ પ્રમુખ બાબુભાઇ, ચિરાગભાઈ, જસવંતભાઈ, કુલદીપ ભાઈ, અનંતભાઈ, રમેશભાઈ, અને પીપલખેડ ગામના આગેવાનોએ બિરસામુંડાજીનો ફોટો અને પ્રકૃતિની છબી આપીને સ્વાગત કરવામાં આવ્યું.
આદિવાસી સ્વાભિમાન-અધિકાર યાત્રામાં આવેલા ડૉ. પ્રફુલ વસાવા અને રાજ વસાવા દ્વારા વાંસદા ખાતે કુકણા સમાજ ખાતે સ્થાપિત બિરસા મુંડાની મૂર્તિને ફૂલ હાર અર્પણ કરી આદિવાસી સમાજના તથા બિરસાના સુત્રોચાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ડૉ. પ્રફુલ વસાવા અને રાજ વસાવા એ શું કહ્યું આવો સંભાળીએ..