ઉમરપાડા: વર્તમાન સમયમાં આદિવાસી યુવાનો શિક્ષણનું સમાજ વિકાસમાં કેટલું મહત્વ છે એ સમજવા લાગ્યા છે જેનું ઉદાહરણ આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના મોટી હલધરી ખાતે સ્થાનિક યુવાનો દ્વારા યાહામોગી પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી પૂરું પાડયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ યાહામોગી પુસ્તકાલયનો પ્રારંભ ઉભરતા સમાજસેવક વિજય ભાઈએ રીબીન કાપીને કર્યો હતો. ઉમરપાડાના યાહામોગી પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી જીવન ઉપયોગ પુસ્તક, ડેલી ન્યુઝ પેપર જેવા સાહિત્ય રાખવામાં આવશે અહી આજુબાજુના વિસ્તારમાં યુવાનો વાચન માટે આવશે. આ સાથે આ પુસ્તકાલયમાં હાલની સ્પર્ધાત્મક યુગમાં ટકવા માટે સતત લેખન-વાચનનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી એક્શન યુવા ગૃપના વિજય વસાવા ગામના વડિલો મકનજીભાઇ, ગંભીરભાઇ, શીતલભાઇ, મોહનભાઇ દામસિગભાઇ, રામસિંગભાઇ સાથે ગામના યુવા હિતેશ ભાઇ,વિકેશભાઇ, હેમંતભાઇ, કમલેશભાઇ, જીતેન્દ્રભાઇ, રાકેશભાઇ સાથે ગામના સમસ્ત યુવાનો સહયોગથી કાર્ય હાથમાં ધરવામાં આવ્યું.