ક્રિકેટ: આજરોજ વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં નિરાશાના વાદળો હટાવી અને નવા જોમ અને જુસ્સા સાથે નવી રણનીતિ ઘડી નવેસરથી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છે કે આ શ્રેણીમાં ભારતીય ટીમ નવા કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્માની નવી જોડી સાથે ઉતરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ખાતે આગામી વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડ કપની મજબૂત ટીમ તૈયાર કરવા માટે 11 મહિના જેટલો સમય રહશે

ઘણાં સિનિયર ખેલાડીઓને આરામ અપાયો હોવાના કારણે યુવા ખેલાડીઓ પોતાને મળેલી તકનો ભરપૂર લાભ લેવાની તક ઉભી થઇ છે. કોચ દ્રવિડ પણ ટીમમાં પાવરહિટર બેટ્સમેનો કયા છે તેની એનાલિસિસ ઉપર વધારે ધ્યાન આપશે અને અગામી આયોજન નક્કી કરશે.