સેલવાસ: દાદરા નગર હવેલીના નવા સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે લોકસભાની પેટા ચૂંટણીમાં મળેલી પ્રચંડ બહુમતી સાથે મળેલી જીત પછી લોકોના આભાર માનવા ગતરોજ કૌંચા અને દુધની પંચાયતના પહોંચ્યા હતા.

સભાના મંચ પરથી અભિનવ ડેલકરે જણાવ્યું કે આ ચૂંટણીમાં પ્રદેશની જનતાનું અભૂતપૂર્વ સમર્થન અમને મળ્યું છે જેના લીધે અમે ભારે બહુમતી સાથે જીત મેળવી શક્યા પિતાજી પ્રત્યે પ્રદેશની જનતાના નિસ્વાર્થ પ્રેમનું આનાથી મોટું ઉદાહરણ બીજું શુ હોય શકે. અમે લોકોની વચ્ચે જઈને પણ લોકોના કામો કરવા કટિબદ્ધ છીએ.

સાંસદ કલાબેન ડેલકરે લોકોને કહ્યું કે મોહનભાઈ ડેલકરના અધૂરા સપનાને પૂરા કરવાના લક્ષ્ય સાથે આગળ અમે વધી રહ્યા છે એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરવાની અમારી તૈયારી છે. તેમણે કહ્યું કે શિક્ષકોની સમસ્યાઓ, સરકારી નોકરીને સુરક્ષિત રાખવા તથા આદિવાસીઓના હક્ક અધિકારોના રક્ષણ માટે જે પણ કરવા જેવું છે te કરતાં અમે અચકાશું નહિ એમ કહ્યું હતું.

Bookmark Now (0)