ધરમપુર: આજરોજ રાત્રે રસ્તાની સાઈડે જે મોટા પાઇપો નાખવામાં આવ્યા છે જે કોઈ પણ ખેડૂતોની સંમતિ લેવામાં આવી નથી જેથી તે બાબતે મોટીઢોલ ડુંગરી ગામે બિરસામુંડા સર્કલ પાસે મોટીઢોલ ડુંગરી, કરંજવેરી, રાજપુરી તલાટ, વિરવલ ગામોના આગેવાનોએ મિટિંગનું આયોજન કરેલ હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજની આ મિટિંગમાં ગામોના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતી કાલે 10:30 વાગ્યાના સમયગાળામાં ભેગા મળી ધરમપુર વાવ બિરસામુંડા સર્કલથી પાણી પુરવઠા વિભાગ સુધી રેલી સ્વરૂપે જઈને આ કામ તાત્કાલિક બંધ કરાવવા માટે રજુઆત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

અપક્ષના યુવાપ્રિય નેતા કલ્પેશભાઈ જણાવે છે કે ધરમપુર પાણી પુરવઠા વિભાગની ઊંઘ હરામ કરવાનો સમય આવી ગયો છે. ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના યુવાનો-મહિલાઓ અને વડીલોને આ રેલીમાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. સમય 10:30 બિરસામુંડા સર્કલ સમાજ મંદિર મોટીઢોલ ડુંગરી ભેગા થવાનું નક્કી કરાયું છે જેની નોંધ લેવા જણાવ્યું છે.