નર્મદા: ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના અધિકારીઓ આવ્યા હરકતમાં આવ્યું અને મગરને રાખવામાં આવતા તળાવોમાં પાણી ભર્યાના દ્રશ્યો સામે આવ્યા છે. મુંગા જળચર પ્રાણીઓ મુશ્કેલીમાં છે એવું Decision News દ્વારા ધ્યાન દોરતા અધિકારીઓ દ્વારા આ બાબતે ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે.

Decision Newsના રિપોર્ટર દ્વારા ગરૂડેશ્વર તાલુકામાં કેવડીયા રેંજના ભુમલિયા ગામ નજીક નર્મદા મૈન કેનાલ જીરો પોઇન્ટ સામે ગાડકોઈ ગામની સીમમાં મગર રેસ્ક્યુ સેન્ટર (OTD) સારવાર યુનિટમાં બનાવેલ તળાવમાં પાણી ન હોવાથી ત્યાં રાખવામાં આવેલા મગરોના જીવ જોખમમાં મુકાયા હતા બધા માંગરો સફેદ થઇ ગયા હતા પણ સમાચારમાં ઘટના પ્રકાશિત થતા તાત્કાલિક ધોરણે અધિકારીઓ હરકતમાં આવ્યા અને મગર રેસ્ક્યુ સેન્ટર (OTD) સારવાર યુનિટના તળાવમાં પાણી ભરતા મગરોને મળ્યું નવું જીવન દાન મળ્યું છે

હાલમાં તળાવમાં પાણી ભરતા મગર મસ્ત તરતા થઈ ગયા, સફેદ થઈ ગયેલા મગળો કાળા મૂળ સ્થિતિમાં આવી ગયા છે, મગરોને પૂરતું ખાવાનું પણ આપવામાં આવ્યું છે. સ્થળ પર તળાવ સાચવવા માટે કાયમી ચોકીદાર ૨૪ કલાક ઉપલબ્ધ રહેશે, તળાવની આસપાસ સાફ સફાઈ થઈ ગઈ છે. જો આવી જ રીતે અધિકારીઓ નિષ્ઠાપૂર્વક પોતાનું કર્તવ્ય, ફરજ નિભાવશે એવી અપીલ છે.