ક્રિકેટ: સતત કંગાળ ફોર્મનો સામનો કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનને પાટા ઉપર લાવવાના પ્રયાસમાં અફઘાનિસ્તાન સામે રમશે આ મુકાબલો સાંજે 7ઃ30 કલાકે રમાશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે શરમજનક પરાજય બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો માર્ગ અત્યંત કપરો બન્યો છે .
ઉલ્લેખનીય છે કે બીજી તરફ અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવવા ઉપરાંત પાકિસ્તાનને પણ એક સમયે પરાજયના દ્વારે પહોંચાડી દીધું હતું. ભારતીય ટીમ અફઘાનિસ્તાનને કોઈ પણ રીતે હળવાશથી લઈ શકે તેમ નથી. ભારત જો આ મેચ હારશે તો સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે .
ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં પોતાની છેલ્લી ત્રણ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનાર કોહલી પાસેથી વધારે સારી પ્લેઇંગ ઇલેવનની પસંદગીની આશા રાખવામાં આવશે . ભારતને હવે ટૂર્નામેન્ટમાં પોતાની દાવેદારી જીવંત રાખવા માટે આજે જીત જરૂરી બની છે.

