સિનેવર્લ્ડ: ગતરોજ રિલીઝ થયેલી સાઉથ ફિલ્મ JAI BHIM તમિલનાડુમાં રહેતા ઈરુલા આદિવાસી સમાજના લોકો પર બનેલી છે જેમનું કામ છે સાપ પકડવું. આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ તમને હચમચાવી નાખશે અને વર્તમાન આદિવાસી સમાજની સ્થિતિ પર વિચારવા મજબુર કરી દેશે.
આ ફિલ્મની પૂરી વાર્તા શરૂઆતથી અંત સુધી આપણને જકડી રાખે છે. ફિલ્મના ડાઈલોગ અને સીન એકદમ પરફેક્ટ છે. ઘણા બધા એવા ડાઈલોગ છે જે આપણને સ્પર્શી જાય છે. પૂરી ફિલ્મમાં આદિવાસી લોકો સાથે થતો જાતિવાદ, અત્યાચાર, અને ઉંચનીચનો ભેદભાવ સ્પષ્ટ રીતે નજર આવે છે. ફિલ્મની શરૂઆતથી જ આપણને ફિલ્મનો ટોપિક ખબર પડી જાય તેમ છે છતાં શરૂઆતથી અંત સુધી હવે પછી શું થશે એ ઉત્સુકતા રહે. જે લોકો એમ કહે છે કે જાતિવાદ નથી એમણે તો ખાસ આ ફિલ્મ જોવી જોઈએ.
આજની તારીખમાં પણ એવા લોકો છે જ કે જેમને જાતિવાદના લીધે ઘણુ બધુ નુકસાન ભોગવવુ પડે છે પણ બસ ફક્ત આપણા સુધી એમનો અવાજ પહોચતો નથી. ફિલ્મ જોઈ છે એટલે ઘણું બધું લખી શકું એમ છું પણ પછી તમને જોવાની મજા નહીં રહે. અને હા આ ફિલ્મના મુખ્ય હિરો સૂર્યા એમના અભિનયમાં કોઈ જ શંકા કરી શકાય તેમ નથી પૂરેપૂરી રીતે ન્યાય આપ્યો છે. પૂરી ફિલ્મ જોયા પછી ફક્ત દુઃખની લાગણી જ મનમાં ઉત્પન્ન થાય છે, કે આજે પણ દેશના ખૂણામાં આવી અનેક સમસ્યાઓ છે જ જેના માટે ખરેખર એક ચંદ્રાની જરૂર છે જે દરેકને ન્યાય અપાવી શકે. દરેક આદિવાસીએ આ ફિલ્મ જોવી રહી જેનો માંહ્યલો હજુ જાગ્યો નથી.