દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાને દમદાર દમ દેખાડતા ચુંટણીમાં પોતાના ભાજપ-કોંગ્રેસ વિરોધીઓને હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 47 હજારથી વધુ મતોથી વિજેતા બન્યા છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બીજા ક્રમે આવ્યા જ્યારે કોંગ્રેસની ડિપોઝીટ જ જપ્ત થઈ ગઈ છે. દાનહમાં 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામે આજે જાહેર કરાયું ત્યારે દાદર નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ લોકસભા બેઠક ખાલી પડી હતી. જેના પર તેમનાં પત્ની કલાબેન ડેલકર શિવસેનાનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. દાનહની પ્રજાએ તેમને ખોબે ખોબા ભરી મતો આપી વિજયી બનાવ્યા છે.

દાનહમાં પેટા ચુંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના મહેશ ગાવિત અને કોંગ્રેસના મહેશ ધોડી ત્રિપાંખ્યો જંગ હતો જેમાં દાનહમાં પહેલી વખતે શિવસેના તરફથી ચુંટણી લડેલા મહિલા ઉમેદવાર વિજયી બન્યા છે