ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મરઘમાળ પ્રાથમિક શાળા અને મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ વિભાગ વલસાડ દ્વારા ફાળવવામાં આવેલ રેઇન વૉટર હારવેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ અને બચાવ) નું આપણી આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ પ્રકૃતિની પૂજા કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે આદિજાતિ વિકાસ વિભાગ વલસાડ દ્વારા ફાળવવામાં આવેલ રેઇન વૉટર હારવેસ્ટિંગ યોજના દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ઉનાળામાં પડતી પીવાના પાણીની તખલીફ કેટલાક અંશે દૂર કરી શકાશે.

આ પ્રસંગે મોટીઢોલ ડુંગરી ગામના સરપંચશ્રી નવીનભાઈ, તલાટી કમમંત્રી જયેશભાઇ, ડેપ્યુટી સરપંચશ્રી ઉમેદભાઈ, સભ્યશ્રી અરવિંદભાઈ, SMC કમિટી પ્રમુખશ્રી વિલિયમ ભાઈ, નટુકાકા, અમારા વડિલશ્રી કીકાભાઇ રવીયાભાઈ, અને પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો, મરધમાળ ગામે ગામના પ્રથમ નાગરિક રાજેશભાઈ, અવિનાશભાઈ, શૈલેષભાઇ, રમુજીભાઈ, જસવંતભાઈ, ધર્મેશભાઈ, દિવ્યેસ ભાઈ, મયુરભાઈ, ઝવેરભાઈ, અમ્રતભાઈ, નરેશભાઈ, ધીરુભાઈ, મુકેશભાઈ અને પ્રાથમીક શાળાના શિક્ષક મિત્રો અને પ્રગ્નેશભાઈએ આ કામમાં માર્ગદર્શન અને સહયોગ આપનાર આપ્યો હતો.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here