પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે હાઈ લેવલ કેનાલ આવેલ હોય આ કેનાલ ઉપરથી રસ્તો પસાર થતો હોય જયારે આ જ રસ્તા ઉપર ૪૦ થી ૪૫ ફૂટ ઉંડા ખાડાનું ખોદકામ કરવામાં આવ્યું હોય ત્યારે ત્યાંથી પસાર થતા શાળા નાના ભૂલકાઓ – વિદ્યાર્થીઓ અને બાળકો તેમજ અન્ય કામ અર્થે અવર જવર કરતા રાહદારીઓને બાજુમાં આવેલ પગદંડી રસ્તા ઉપર થઈને જવું પડતું હોય છે અને આ પગદંડી રસ્તા ઉપર ખેતરની ફરતે કરવામાં આવેલી તારની વાડને ઓળંગીને પસાર થવું પડે છે જ્યારે અહીં થઈ પસાર થતી સમયે જો પગ લપસી જાય તો મોટી જાન હાનિ થશે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.તેમ છતાંય પાનમ હાઇ લેવલ કેનાલ પર રસ્તો હોવા છતાંય તેનું ખોદકામ કરવામાં આવ્યું હતું
આ પાનમ હાઈ લેવલના અધિકારીઓ દ્વારા આ રસ્તા ઉપર કામ કરવા માટે ત્રણ મહિના ઉપરાંત સમયથી ખોદકામ કરીને કામ બંધ રાખવામાં આવ્યું છે અને 3 મહિના ઉપરાંત સમયથી આજદિન સુધી કામ પૂરું કરવામાં નહિ આવતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓમાં આ ખાડામાં પડવાનો ભય સેવાઈ રહ્યો છે.તેમજ શાળાએ જવું માટે આ એક માત્ર રસ્તો હીવ છતાં પાનમ હાઈ લેવલના અધિકારી ઓ આ કામ પૂર્ણ કરવામાં આળસ દેખાડી રહયા છે. જેને કારણે અહીંથી અવર જવર કરતા કોઈ બાળક કે વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ આ ખાડામાં ધરાશાઈ થઈ જાય તો જવાબદાર કોણ? અગાઉ પણ પાનમ હાઈ લેવલ કેનાલમાં પડી જવાના અનેક બનાવો બન્યા હોવા છતાં પણ પાનમ હાઈ લેવલ કેનાલના અધિકારઓની ઘોર બેદરકારી સામે આવી છે.
આ અવર-જવર વાળા રસ્તા ઉપર કામ કરવા માટે ખોદકામ તો ભલે કર્યુ પરંતુ તેની આજુ બાજુમાં કે સાઈડમાં કોઈ સાવચેતીના ભાગરૂપે કોઈ પણ સાઈન બોર્ડ કે કોઈ પ્રકારની સાવચેતી રાખવા માટેના બોર્ડ મુકવાની પણ તસ્દી નથી લીધી. હવે આ કામ કેટલા દિવસોમાં પૂર્ણ કરીને રાહદારી અને વિદ્યાર્થીઓ માટે રસ્તો ચાલુ કરવામાં આવશે તેવી ચર્ચાઓ જોવા મળી આવી.!!

