ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા PHC ખાતે  ન્યમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યુમોકોકોલ કોંજુગેટ વેકશીન (PCV) સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ચીખલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રનવેરી કલ્લા ખાતે ખાસ કાર્યક્રમ રાખવામા આવેલ જેમાં ગામના અગ્રણી સવિતાબેન હસમુખભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્યશ્રી નરેન્દ્ર ભાઈ પટેલ વાઝના ગામના સરપંચ શ્રી નલિનભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સમયપત્રક મુજબ આવતા લાભાર્થી બાળકોને રસીકરણ યોગ્ય સલાહ સૂચન સહ કરવામાં આવ્યું હતું. પ્રાથામિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કૈલાશબેન પટેલ અને સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો