નર્મદા: કોરોના કાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીઓ દુર થઇ રહી નથી ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી શાળામાં બાળકો ને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોના પછી ગુજરાતમાં 6 થી 12 ધોરણની સ્કૂલો નિયમિત ચાલુ થઈ અને શિક્ષણ પણ ચાલુ થઇ ગયું પરંતુ રાજપીપળામાં શાળાઓમાં ફાયર સેફટીને લઈને ત્રણ સ્કૂલોને તાળા લાગ્યા હોવાના કારણે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે ત્યારે રાજપીપળાની સરકારી શાળામાં બાળકોને ઝાડ નીચે બેસીને પરીક્ષા આપવાનો વારો આવ્યો છે. આ નિર્દોષ વિદ્યાર્થીને કોના પાપની સજા મળી રહી છે.

વહીવટી તંત્રની ભૂલ કે નાકામયાબીની સજા આખરે વિદ્યાર્થીઓને મળી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર કે શિક્ષણાધિકારી સુરત RCMને જાણ કરી સ્કૂલો તાત્કાલિક ધોરણે ખોલાવે એવી વાલીઓ અને વિદ્યાર્થીઓ માંગ કરી ઉઠી રહી છે. હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં તંત્ર આ વિષે શું પગલાં લેશે.